ॐ संगच्छद्वं संवदध्वं सं वो मनांसि जानताम्। देवा भागं यथा पूर्वे, संज्जानानाउपासते ।।
અર્થઃ કદમથી કદમ મિલાવીને ચાલો, એક સ્વરમાં બોલો, સહુના મન એક બનો, પૂર્વકાળમાં જેવી રીતે દેવોએ પોતાનો ભોગ પ્રાપ્ત કર્યો હતો તેવી જ રીતે સમ્મિલિત બુદ્ધિથી કાર્ય કરનારાઓ આ જ માર્ગે સ્વકલ્યાણ પ્રાપ્ત કરે.
समानो मंत्रः समितिः समानी, समानं मनः सह चित्तमेषाम् । समानं मन्त्रमभिमन्त्रये वः समानेन वो हविषा जुहोमि ।।
અર્થઃ આ પ્રમાણે સાથે મળીને કાર્ય કરનારાઓનો મન્ત્ર સમાન હોય છે, અર્થાત્ તેઓ સામૂહિક મંત્રણા કરીને એક નિર્ણય પર પહોંચે છે.ચિત્તસહિત એમનાં મન સમાન હોય છે,હું તમને મળીને સમાન નિષ્કર્ષ પર પહોંચવાની પ્રેરણા આપું છું. તમને સમાન ભોજ્ય પ્રદાન કરૂં છું.
समानी व आकूतिः समाना ह्रदयानि वः । समानमस्तु वो मनो,यथा वः सुसहासति ।।
અર્થઃ તમારી ભાવના તથા સંકલ્પ સમાન હો, તમારા હૃદય સમાન હો, તમારા મન સમાન હો, જેનાથી તમે લોકો પરસ્પર સહકાર સાધી શકો.