વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું વહીવટી કર્મચારી મંડળ



પ્રમુખશ્રી તરફથી

આપણા મંડળની વેબસાઇટ આપના ઉપયોગ માટે તૈયાર કરીને હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.


આજે કોમ્પ્યુટર ટેક્નોલોજી આપણાં બધાના જીવનનું અભિન્ન અંગ બની રહ્યું છે. કોમ્પ્યુટર આપણી દિનચર્યાનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે. આપણાં વહીવટી કાર્યમાં પણ તેનું પ્રભુત્વ સતત બધી રહયું છે. તેમાંથી જ આ વેબસાઇટ બનાવવાનો વિચારનો જન્મ થયો. આ વેબસાઇટમાં મૂકવામાં આવેલા સરકારી ઠરાવો અને પરિપત્રો તેમજ યુનિવર્સિટી તરફથી વખતોવખત બહાર પાડવામાં આવેલ માહિતીના પ્રારૂપ આપની સવલત માટે તૈયર કરી મૂકવામાં આવશે. આપનું વહીવટી કાર્ય આ વેબસાઇટના માધ્યમથી સરળ બનશે એવી આશા રાખું છું. આ વેબસાઇટ બનાવવા પાછળ તમામ પદાધિકારીઓ તથા વેબસાઇટ મેનેજમેન્ટ કમિટીએ ખૂબ મહેનત કરી છે. તેમજ વેબસાઇટ ડેવલપરશ્રીનો પણ ઉદાર સહયોગ પ્રાપ્ત થયો છે. તે સર્વનો હું અત્યંત આભારી છું. વેબસાઇટ અંગેના આપના સૂચનો હંમેશા આવકાર્ય રહેશે. આપ સૌના સહકારના અપેક્ષા રાખું છું.

શ્રી કાંતિભાઇ ડી રાઠોડ

સંગઠન મંત્ર

ॐ संगच्छद्वं संवदध्वं सं वो मनांसि जानताम्। देवा भागं यथा पूर्वे, संज्जानानाउपासते ।।

અર્થઃ કદમથી કદમ મિલાવીને ચાલો, એક સ્વરમાં બોલો, સહુના મન એક બનો, પૂર્વકાળમાં જેવી રીતે દેવોએ પોતાનો ભોગ પ્રાપ્ત કર્યો હતો તેવી જ રીતે સમ્મિલિત બુદ્ધિથી કાર્ય કરનારાઓ આ જ માર્ગે સ્વકલ્યાણ પ્રાપ્ત કરે.

समानो मंत्रः समितिः समानी, समानं मनः सह चित्तमेषाम् । समानं मन्त्रमभिमन्त्रये वः समानेन वो हविषा जुहोमि ।।

અર્થઃ આ પ્રમાણે સાથે મળીને કાર્ય કરનારાઓનો મન્ત્ર સમાન હોય છે, અર્થાત્ તેઓ સામૂહિક મંત્રણા કરીને એક નિર્ણય પર પહોંચે છે.ચિત્તસહિત એમનાં મન સમાન હોય છે,હું તમને મળીને સમાન નિષ્કર્ષ પર પહોંચવાની પ્રેરણા આપું છું. તમને સમાન ભોજ્ય પ્રદાન કરૂં છું.

समानी व आकूतिः समाना ह्रदयानि वः । समानमस्तु वो मनो,यथा वः सुसहासति ।।

અર્થઃ તમારી ભાવના તથા સંકલ્પ સમાન હો, તમારા હૃદય સમાન હો, તમારા મન સમાન હો, જેનાથી તમે લોકો પરસ્પર સહકાર સાધી શકો.

Our Team

Pranav Patel

+918200518550

Arts, Science & Commerce College Kholwad

Jay Sevalia

+917600026769

Sir P. T. Sarvajanik College of Science

Prakash Patel

+919106268176

P. R. B. Arts & P. G. R. Commerce College, Bardoli


Top